સાબરકાંઠા : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની ભવ્ય જીત બદલ ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવાયો...

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને મળેલ ભવ્યાતિભવ્ય જીત બદલ સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા

New Update
csss

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને મળેલ ભવ્યાતિભવ્ય જીત બદલ સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને મળેલા ભવ્યાતિભવ્ય જીત બદલ ઉત્સાહભેર વિજય મનાવ્યો હતો. આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે તલોદમાં આતશબાજી કરવામાં આવી હતી, અને વિજયોત્સવ મનાવાયો હતો. આ વિજયોત્સવમાં તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલા ચાવડા, તલોદ શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને અમિત ચૌધરી, જીલ્લા પંચાયત સદસ્ય ગણપતસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તલોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ઉપેન્દ્ર ગજ્જર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બંસીધર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ હાજર રહીને આતશબાજી સાથે ખુશી વ્યક્ત કરી હતી. બિહારના આ વિજયને કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના સુશાસન પર જનતાના વિશ્વાસના પ્રતીક તરીકે ગણાવ્યો હતો.
Latest Stories