પ્રાંતિજમાં પીવાના દૂષિત પાણીથી રોગચાળાનો ભય, રહીશોની ઉગ્ર રજુઆત

પ્રાંતિજ એપ્રોચરોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ તેમજ ગંદા પાણીના પ્રશ્ને મહિલાઓ દ્વારા નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ તેમજ ગંદા પાણીના પ્રશ્ને મહિલાઓ દ્વારા નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી

સાબરકાંઠાના પ્રાંતિજ એપ્રોચરોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમા છેલ્લા એક મહિનાથી રહીશોને દુર્ગંધ યુકત ગંદુ પાણી આપવામા આવતા રહીશો તોબા પોકારી ઉઠયા છે તો  ગંદુ પાણી પીવાને લઈને રહીશોને ઝાડા ઉલ્ટી તથા ચામડીના રોગો જોવા મળી રહ્યા છે ત્યારે રહીશોને મોટા રોગચાળાની ભીતી સતાવે છે. પ્રાંતિજ પાલિકામા છેલ્લા એક મહિનાથી રજુઆતો બાદ પણ  બાબતે કોઈ કાર્યવાહી ના કરતા  મહિલાઓ અને રહીશો પ્રાંતિજ નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ શુદ્ધ પાણી આપવા માટે રજુઆત કરી હતી.તો પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસર રોશની પટેલ મામલતદાર કચેરી ખાતે હોય સોસાયટીના રહીશો મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા અને મામલતદાર કચેરી બહાર સુત્રોચ્ચાર કર્યા હતા 

Latest Stories