/connect-gujarat/media/post_banners/2f40b909b42683113c27f4b6f81b266a01e75d50fa0073ae1dad626a85166025.jpg)
ગતરોજ ગાંધીનગરના ચિલોડા સર્કલ નજીક નિવૃત્ત આર્મી જવાનોના ધરણાં દરમિયાન સાબરકાંઠા જિલ્લાના મોવતપુરા ગામના કાનજી મોથલિયા અચાનક મૃત્યુ પામ્યા હતા, ત્યારે વિવિધ આક્ષેપ-પ્રત્યાક્ષેપ વચ્ચે આજે તેમના વતન ખાતે શાંતિપૂર્ણ માહોલમાં અંતિમ વિધિ યોજાય હતી. નિવૃત્ત આર્મી જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓ ન સંતોષાતા ગાંધીનગર ખાતે વહીવટી તંત્ર વિરુદ્ધ ધરણા યોજ્યાં હતા. જોકે, ધરણાના કાર્યક્રમ દરમિયાન કાનજી મોથલિયાની અચાનક તબિયત બગડી હતી,
જેના પગલે તાત્કાલિક ધોરણે તેમને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, ત્યારે વહીવટી તંત્ર, પોલીસ અને આર્મી જવાનો વચ્ચે મોડી સાંજ સુધી વિવિધ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા. પરિજનોએ પેનલ પીએમ કરાવ્યા બાદ મોડી સાંજે મૃતદેહ સ્વીકારી આજે તેમના માદરે વતન ખાતે અંતિમ યાત્રા યાત્રા નીકળી હતી.
આ તબક્કે સ્થાનિક સમાજ સહિત આસપાસના લોકોની હાજરીમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. પરિવારજનોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમારા પરિવારજનનું મૃત્યુ ચોક્કસ કયા કારણથી થયું છે, તે પેનલ પીએમ દ્વારા જાણી શકાશે. તેમજ વહીવટી તંત્ર સામે હાલમાં કોઈપણ પ્રકારનો આક્ષેપ નથી. જોકે, મોટી સંખ્યામાં આવેલા લોકો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં નિવૃત્ત આર્મી જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી.