સાબરકાંઠા: ગરમીના કારણે પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓની સંખ્યા નહીવત,

ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે

New Update

અરવલ્લીની ગિરિમાળામાં આવેલું વિજયનગર પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓનું ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે હાલ કાળઝાળ ગરમીના કારણે પ્રવાસીઓ નહિવત જેવી સંખ્યામાં જોવા મળ્યા હતા. જ્યારે ચોમાસામાં પહેલો વરસાદ પડ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.

ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. પોલો ફોરેસ્ટ ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલા અભાપુર ગામ નજીક એક સુંદર વન વિસ્તાર છે. હાલમાં કાળઝાળ ગરમીને લઈને પ્રવાસીઓની નહિવત જેવી સંખ્યા જોવા મળી રહી છે. જોકે ચોમાસાના પહેલા વરસાદે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ ઘસારો જોવા મળે છે. પોળો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે જ્યાંથી હરણાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે. નજીકના વિસ્તારોમાં હરણાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને અન્ય વારસા સ્થળો આવેલા છે.સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં ચોમાસામાં દરમિયાન પ્રવાસીઓની ભીડ વધવા લાગે છે. સહેલાણીઓની સાથે કળાપ્રેમીઓ અને યુવાનોમાં પણ આ સ્થળ લોકપ્રિય છે. 
Latest Stories