સાબરકાંઠા: ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 7 મહિનાની બાળકી સહિત 4નાં મોત

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

New Update

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સામે આવ્યો હતો જેમાં 1 બાળકી સહિત 4 ના કરૂણ મોત નિપજ્યાં હતા અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રામલી જતા પરિવારને ડાઈવર્ઝન કટ પર ઇડરથી હિંમતનગર તરફ પૂરઝડપે જતા ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં એક બાળકી સહિત ચારના મોત નીપજ્યા હતાજયારે બે બાળકી સહિત ચારને ઈજાઓ થતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાદર પોલીસને જાણ થતા ઘટનાસ્થળ બાદ હિંમતનગર સિવિલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત અંગે 108 અને જાદર પોલીસને જાણ થતા રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે રોડ પરથી વાહનો હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. બીજી તરફ પોલીસે સ્થળ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories