સાબરકાંઠા : હિંમતનગરમાં લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો

હિંમતનગરની મીનાક્ષી લસ્સી એન્ડ બેકર્સની લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. હાલના સમયમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છેત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો.

હિંમતનગરમાં લસ્સીમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. ઈડરના અગ્રણી રાજસ્થાનથી આવેલા મહેમાનોને મીનાક્ષી લસ્સી એન્ડ બેકર્સમાં લચ્છી ટેસ્ટ કરાવવા હિંમતનગર લઈ આવ્યા હતા. આ દરમિયાન ખરીદેલી લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

Latest Stories