સાબરકાંઠા: ધનસુરાના શિકા ગામે પ્રાથમિક સુવિધાઓનો અભાવ,મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ

ધનસુરાના શિકા ગ્રામ પંચાયતમાં ગટર, રસ્તો અને પાણીની સમસ્યાને લઇ માહિલાઓ રણચંડી બની હતી મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી ગ્રામપંચાયત કચેરી પર  માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

New Update
સાબરકાંઠાના ધનસુરામાં આવેલું છે શિકા ગામ
ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
પાયાની સુવિધા ન મળતા ગ્રામજનોમાં રોષ
મહિલાઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો
ગ્રામપંચાયત કચેરી પર માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો
સાબરકાંઠાના ધનસુરાના શિકા ગામે લાઈટ, પાણી અને ગટરલાઈનની સમસ્યાને લઇ મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી ગ્રામપંચાયત કચેરી પર  માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો
કોઈપણ ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા રહીશો માટે લાઈટ, પાણી અને રસ્તો,ગટરની સુવિધા આપવાની જવાબદારી જે તે પંચાયતની હોય છે. ત્યારે ધનસુરાના શિકા ગ્રામ પંચાયતમાં ગટર, રસ્તો અને પાણીની સમસ્યાને લઇ માહિલાઓ રણચંડી બની હતી.સાબરકાંઠાના ધનસુરાના શિકા ગામનો વહીવટ  વહીવટદારો દ્વારા કરવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી ગામમાં રસ્તો, પાણી, ગટર અને લાઈટની સમસ્યા સતાવી રહી છે.
ગામમાં ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી. જેથી ગામનું ગંદુ પાણી જાહેર રસ્તે ફેલાઈ રહે છે. જેથી રોગચાળો ફાટી નીકળવાની સાંભવના રહે છે. દસ દસ દીવસથી પાણી આવતું નથી. જેથી ગામની મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેથી  મહિલાઓએ રેલી યોજીને ગ્રામ પંચાયતના પટાંગણમાં પહોંચી માટલા ફોડ્યા હતા અને પાયાની સુવિધાની માગ કરી હતી.
Latest Stories