/connect-gujarat/media/media_files/2025/09/24/mixcollage-24-sep-2025-10-07-am-3398-2025-09-24-10-07-37.jpg)
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં વિજ વિતરણ વ્યવસ્થા સામે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. વિદ્યુત બોર્ડના વિજ પોલ, જીવંત તાર અને ઈલેક્ટ્રીક ડી.પી.ઓ. પર ઠેર-ઠેર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.આ સ્થિતિ વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે સામાન્ય વાવાઝોડા દરમિયાન પણ જીવંત વિજ તારો એકબીજાના સંપર્કમાં આવી શકે છે. આના કારણે શોર્ટ સર્કિટ થવાનું જોખમ રહેલું છે. વળી, વિજ તણખા ઝરવાની અને વિજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા પણ રહેલી છે.વિજ ગ્રાહકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા વિજ પોલ, જીવંત તારો અને ડી.પી.ઓ. પરથી ઝાડી-ઝાંખરા અને વૃક્ષોની ડાળીઓ દૂર કરવામાં આવે. જેથી વિજ લાઈનો મુક્ત રહે અને ગ્રાહકોને નિયમિત વિજ પુરવઠો મળી રહે