Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો,સહકારી અગ્રણી ડો.વિપુલ પટેલ કરશે કેસરિયા

.ડો. વિપુલ પટેલ ચાર ટર્મથી સાબરડેરીના ડીરેક્ટર તરીકે રહ્યા છે.ડો. વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે

X

ડો.વિપુલ પટેલ આજે કેસરીયા કરશે

ગાંધીનગર કમલમમાં ખેસ પહેરી ભાજપમાં જોડાશે

400થી વધારે કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ ભાજપમાં જોડાશે

100થી વધારે વાહનોના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના

અરવલ્લી અને સાબરકાંઠાના મહત્વના સહકારી અગ્રણી

સાબરકાંઠા જિલ્લાના સહકારી અગ્રણી ડો.વિપુલ પટેલે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અને આજે ગાંધીનગર ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. લોક સભાની ચૂંટણી આવી રહી છે. એક બાદ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડ્યો. જ્યારે આજે ડો.વિપુલ પટેલ તેમનાસમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે.

ગાંધીનગરના કામલમમાં સીઆર પાટીલના હસ્તે ડૉ. વિપુલ પટેલ ખેસ પહેરી ભાજપમાં વિધવત જોડાવા માટે 400 થી વધારે કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ ભાજપમાં જોડાવા માટે એકઠા થયા હતા અને 100 થી વધારે વાહનોના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.ડો. વિપુલ પટેલ ચાર ટર્મથી સાબરડેરીના ડીરેક્ટર તરીકે રહ્યા છે.ડો. વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં હિંમતનગર વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરી હતી.

Next Story