Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કુદરતી આપત્તિઓને પહોંચી વળવા હિંમતનગર પાલિકાને રૂ. 2 કરોડનું રેસ્ક્યુ ટેન્ડર ફાળવાયું...

X

હિંમતનગર નગરપાલિકાને રાજ્ય સરકારની ભેટ

રૂ. 2 કરોડથી વધુની કિંમતનું રેસ્ક્યુ ટેન્ડર ફાળવ્યું

પાલિકાના ફાયર વિભાગની સુવિધામાં વધારો થયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાને રાજ્ય સરકારે રૂ. 2 કરોડથી વધુની કિંમતનું રેસ્ક્યુ ટેન્ડર ફાળવ્યું છે, ત્યારે કુદરતી આપત્તિઓને પહોંચી વળવા અત્યાધુનિક રેસ્ક્યુ ટેન્ડર મળતા ફાયર વિભાગની સુવિધામાં વધારો થયો છે

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ નગરપાલિકાઓની આપત્તિને પહોંચી વળવા માટે અત્યાધુનિક રેસ્ક્યુ ટેન્ડર ફાળવવામાં આવ્યું છે, ત્યારે હિંમતનગર નગરપાલિકાની ફાળવવામાં આવેલ રૂ. 2 કરોડથી વધુ કિંમતનું રેસ્ક્યુ ટેન્ડરને હિંમતનગરના ધારાસભ્યએ નગરપાલિકાને સેવા માટે સમર્પિત કર્યું હતું. એક તરફ, હાલ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્ય સરકાર અને સરકારના મંત્રીઓ દરિયા કાંઠા વિસ્તારમાં પહોંચીને કુદરતી આપત્તિ સામે સ્થાનિકોના રક્ષણ માટે પહોંચી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે અત્યાધુનિક રેસ્ક્યુ ટેન્ડર રાજ્યની વિવિધ નગરપાલિકાઓને ફાળવવામાં આવ્યું છે. તો બીજી તરફ, બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે જ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે પાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, પાલિકા પ્રમુખ યતીની મોદી સહીતના આગેવાનોની ઉપસ્થિતમાં રેસ્ક્યુ ટેન્ડરને શ્રીફળ વધેરી અને લીલી ઝંડી આપી સમર્પિત કરવામાં આવ્યું હતું.

Next Story