રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1100ની પાર

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1100ની પાર છે ત્યારે અમદાવાદમાં પણ રોજના 100થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે.

New Update
Delhi Corona Case

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1100ની પાર છે ત્યારે અમદાવાદમાં પણ રોજના 100થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે.

અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 175 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 761 થઈ છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં 237 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229 કેસ નોંધાયા છે. કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવ્યું છે.તો બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાનો ખતરો વધ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થયું છે. છેલ્લા 4 દિવસથી 55 વર્ષીય વૃદ્ધને કોરાના થયો હતો. હાયપર ટેન્શનની બિમારીથી દર્દી પણ પીડાતા હતા.

Latest Stories