Connect Gujarat
ગુજરાત

સિંગતેલના ભાવમાં ભડકો, પ્રતિ ડબ્બાએ 20 રૂપિયાનો થયો વધારો

સિંગતેલના ભાવમાં ભડકો, પ્રતિ ડબ્બાએ 20 રૂપિયાનો થયો વધારો
X

તહેવારોની સિઝન વખતે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. આજે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બાએ 20 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 5 દિવસમાં ડબ્બાએ 200 રૂપિયાનો વધારો થતાં ઙભાવ 3170ને પાર પહોંચ્યો છે. હાલ બજારમાં મગફળીની અછત છે, જેના કારણે પીલાણમાં આવતી ન હોવાથી 90 ટકા મિલો બંધ છે. સિંગતેલનો ડબ્બો દિવાળી સુધીમાં 3300 રૂપિયા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. તહેવારોની પૂર્વે ખાદ્યતેલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર જ્યારે કપાસિયા તેલમાં એક મહિનામાં 100 રૂપિયાનો અને સોયાબીન તેલમાં પણ એક મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો છે. હાલ કપાસિયા અને સોયાબીન તેલના ડબ્બાનો ભાવ રૂ.1700ને પાર બોલાઈ રહ્યો છે. તેલના ભાવમાં એવરેજ 30 ટકાનો વધારો નોંધાયો છે.

Next Story