ભારતીય શેરબજારમાં સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 200 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 19650 નીચે ખુલ્યો

New Update
Share Market : સપ્તાહના પ્રથમ દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું..!

વૈશ્વિક બજારમાંથી નકારાત્મક સંકેત વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં સુસ્ત શરૂઆત થઈ છે. ગઈકાલે પણ સુસ્ત શરૂઆત બાદ માર્કેટ બંધ થતા સમયે કડાકો બોલી ગયો હતો.

સેન્સેક્સ 136.55 પોઈન્ટ અથવા 0.21% ઘટીને 66,130.27 પર અને નિફ્ટી 35.10 પોઈન્ટ અથવા 0.18% ઘટીને 19,624.80 પર હતો. લગભગ 1387 શેર વધ્યા, 699 શેર ઘટ્યા અને 113 શેર યથાવત.

ડૉ. રેડ્ડીઝ લેબ્સ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, M&M, અપોલો હોસ્પિટલ્સ અને ડિવિસ લેબ્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે BPCL, એક્સિસ બેન્ક, ONGC, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને સન ફાર્મા ઘટ્યા હતા.

Latest Stories