/connect-gujarat/media/post_banners/851a2a1b1c26735d0810aed744c7b0aab97ea438dc58fed837099b4aac1f24a9.webp)
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની શ્રી સોનારી પ્રાથમિક શાળામાં આજ રોજ ફાયર ઈમરજન્સી સર્વિસીસ વેરાવળ દ્વારા ફાયર અવેરનેશ ટ્રેનિંગ તથા મોકડ્રિલ લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરેલ. જેમાં ફાયર ઓફીસર તથા તેઓની ટીમ દ્વારા આ કામગીરી ખૂબ જ સરસ રીતે કરવામાં આવી. આ ડેમોસ્ટ્રેશનમાં શાળાના આશરે 467 જેટલા વિધાર્થીઓ તેમજ શાળાના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાયર વિભાગના કર્મચારી જીતેન્દ્રસિંહ ગોહિલ,નરેન્દ્રસિંહ આછડીયા,જીતેશ ભરડવા,ભાવેશ ચાવડા તથા ઉના ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકોને નાની નાની ફાયરને લગતી બાબતોની ઉંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી જે બાળકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.