સાઉથ સિનેમાના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' આ દિવસોમાં પોતાનું આકર્ષણ જાળવી રહી છે. રીલિઝના લગભગ 40 દિવસ પછી પણ 'કાંતારા' થિયેટરોમાં સતત દર્શકોને આકર્ષી રહી છે. જેના કારણે ફિલ્મનું કલેક્શન દરરોજ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે ઋષભ શેટ્ટીની 'કાંતારા'એ દુનિયાભરમાં 400 કરોડનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે.
30 સપ્ટેમ્બરના રોજ કન્નડ ભાષામાં 'કાંતારા' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતથી જ સાઉથની ભાષામાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને 14 ઓક્ટોબરના રોજ 'કાંતારા' હિન્દીમાં પણ થિયેટર્સમાં રીલિઝ કરાઇ હતી અને હિન્દી બેલ્ટમાં પણ 'કાંતારા'એ ધમાકેદાર બોક્સ ઓફિસ કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે મંગળવારે સોશિયલ મીડિયા પર 'કાંતારા'ના વિશ્વવ્યાપી કલેક્શનના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. તરણના કહેવા પ્રમાણે 'કાંતારા'એ દુનિયાભરમાં 400 કરોડની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
'કાંતારા'એ આ શહેરોમાં આટલી કમાણી કરી
કર્ણાટક - 168.50 કરોડ
આંધ્રપ્રદેશ-તેલંગાણા - 60 કરોડ
તમિલનાડુ - 12.70 કરોડ
કેરળ - 19.20 કરોડ
ઉત્તર ભારત - 96 કરોડ
ભારતમાં શાનદાર પ્રદર્શન કરનાર 'કાંતારા'ને વિદેશમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. ઋષભ શેટ્ટીની 'કાંતારા'એ વિદેશમાં 44.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સિવાય જો આપણે 'કાંતારા'ના હિન્દી વર્ઝનના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ક્ષેત્રમાં 'કાંતારા'એ 80 કરોડથી વધુની કમાણી કરી છે.