શરદપુનમે પાવાગઢ દર્શને જતાં યાત્રીકો માટે ખાસ નોંધ, જાણો મંદિર ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે.....

આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમ છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

New Update
શરદપુનમે પાવાગઢ દર્શને જતાં યાત્રીકો માટે ખાસ નોંધ, જાણો મંદિર ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે.....

આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમ છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંદર્ભે પાવાગઢ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. 28 ઓક્ટોબરે પૂનમના રોજ ચંદ્રગ્રહણના દિવસે પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રહેશે. મંદિર ટ્રસ્ટે પ્રેસનોટ બહાર પાડી આ સંદર્ભે વિગતવાર માહિતી આપી છે. પૂનમના રોજ ગ્રહણ હોવાથી બપોરના 2.30 પછી નિજ મંદિરના કપાટ બંધ થશે અને ગ્રહણ બાદ નિયત વિધિ વિધાનો કર્યા બાદ તારીખ 29 ઓક્ટોબર ના રોજ સવારે 8.30 કલાકે મંદીરના દ્વાર ખુલશે. 29 ઓક્ટોબરના રોજ 8.30 કલાક બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. તમને જણાવી દઈએ કે વર્ષનું બીજુ અને છેલ્લું ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબર (શરદ પૂર્ણિમા)ની મધરાત્રીએ લાગશે. એવામાં તે 29 ઓક્ટોબરે સવારે 1.05 મિનિટ પર પ્રારંભ થશે અને રાત્રે 2.24 મિનિટ પર સમાપ્ત થશે. શરદપૂનમના દિવસે પાવાગઢ જનારા ભક્તોએ મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને દર્શને જવા અનુરોધ કરાયો છે. એટલે કે 29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 8:30 બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. આ ગ્રહણની ખાસ વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે.

Latest Stories