દ્વારિકાધામમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ, ભરૂચના ઇલાવના કથાકાર ધનેન્દ્ર વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન

તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે

New Update
દ્વારિકાધામમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ, ભરૂચના ઇલાવના કથાકાર ધનેન્દ્ર વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન

ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા ધામમાં આજથી સાત દિવસ ચાલનાર શ્રી મદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વ્યાસપીઠ પરથી ઇલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે.

તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે. આ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા ધામમાં સાત દિવસ સુધી શ્રી મદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આગેવાનો ગિરીશભાઈ વ્યાસ, વિજયભાઈ વ્યાસ,મુકુંદભાઈ પાઠક,દિનેશભાઇ શર્મા અને ગિરવાણભાઈ મહેતાના વરદ હસ્તે દીપ પ્રાગટય દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.હરિદ્વાર અને વૃંદાવન સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચુકનાર ઈલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્રભાઈ વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે.દક્ષિણ ગુજરાતના 150થી વધુ શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે.

#Gujarat #CGNews #Sreemad Bhagwat Katha #Dwarikadham #Dhanendra Vyas
Latest Stories