/connect-gujarat/media/media_files/2025/10/20/sangvi-2025-10-20-20-13-54.jpg)
રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદથી પાક નુકશાનને લઈને ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
SDRF અને રાજ્ય સરકારના હિસ્સા રૂપે 947 કરોડની વળતર સહાય ફાળવવામાં આવતા સહકારી નેતા એવા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અગાઉના કૃષિમંત્રી રાઘવજીભાઇ સુધી લાગણીઓ પંહીચાડી હતી.
જ્યારે જેને સરકારનો વહીવટ શું કહેવાય એ જનતાએ છેલ્લા 25 વર્ષથી જોવા નથી દીધું અને જેમ વરસાદને કારણે જેમ બિલાડીના ટોપ જેમ ઊગી નીકળે એવી પાર્ટીના પ્રતિનિધિઓ ખેડૂતોના હમદર્દ હોય એવી રીતે ન્યાયી પ્રક્રિયાની ખબર નથી કોઈપણ પેકેજ જાહેર કરવુ હોય ત્યારે એનું સર્વે કરવામાં આવે એમની વિગતો ચકાસવામાં આવે એમના બજેટની વ્યવસ્થા જોવામાં આવે આ બધી પ્રક્રિયા બાદ નિર્ણયો થતા હોય છે. ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 18 જિલ્લામાં 800 ગામોમાં 947 કરોડનું પેકેજ જાહેર કર્યું અને જીતુભાઈ વાઘાણીના શપથની શાહી સુકાઈ નથી ત્યાં ખેડૂતોની હમદર્દ સરકાર કહેવાય એ ખેડૂતોના હિતમાં છે.
ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાતા નહી બાકીના ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયત્નો કરતા હોય ત્યારે આવી ઉશ્કેરણીજનક સસ્તી લોકપ્રિયતા લેવાના પ્રતિનિધિઓના કારસ્તાનથી સાવધાન રહીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ને 25 વર્ષથી એટલેજ આપ સહકાર આપો છો તે સાર્થક આ જાહેરાતથી ગણી શકીએ ને મુખ્યમંત્રી સાથે કૃષિમંત્રી અને ટીમને દિલીપ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા





































