સાબરકાંઠા હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાના DLSS પીટી સ્વિમિંગ પ્રવેશ ટેસ્ટનો પ્રારંભ

હિંમતનગર શહેરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાના DLSS પીટી સ્વિમિંગ પ્રવેશ માટેના એક દિવસીય ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાના DLSS પીટી સ્વિમિંગ પ્રવેશ માટેના એક દિવસીય ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરમાંથી 80 જેટલા બાળકોએ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજ્યમાં DLSS પીટી સ્વિમિંગ અંતર્ગત દેવગઢ બારીયાભાવનગરઅમરેલીઊર્મિ સ્કૂલ-બરોડા અને હિંમતનગરમાં પ્રવેશ માટેના રાજ્ય કક્ષાના એક દિવસીય ટેસ્ટનો હિંમતનગરના ભોલેશ્વર સ્થિત સ્ટેડિયમમાં આવેલ સ્વિમિંગ પુલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાંથી તા. 1 જાન્યુઆરી 2010 બાદ જન્મેલા 57 છોકરાઓ અને 23 છોકરીઓ મળીને 80 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં એન્ડ્યૂરન્સ ટેસ્ટસ્પીડ ટેસ્ટ અને સ્ટ્રોક ટેસ્ટ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મેરીટના આધારે બાળકોને ગાંધીનગર ખાતે આગળની સ્પર્ધામાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.