સાબરકાંઠા : સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગો માટેના રાજ્યકક્ષાના વિશેષ ખેલ મહાકુંભનો પ્રારંભ,2500 ખેલાડીઓએ લીધો ભાગ

હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ-2025નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.આ સમારોહની શરૂઆતમાં કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા નાગરિકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

New Update
  • દિવ્યાંગો માટેના ખેલ મહાકુંભનો પ્રારંભ

  • રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન

  • ધારાસભ્યના હસ્તે સમારોહનો કરાયો પ્રારંભ

  • 29 જિલ્લાના 2500 ખેલાડીઓએ લીધી છે ભાગ

  • ખેલ મહાકુંભમાં 13 વિશેષ રમતોનો કરાયો સમાવેશ 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ-2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ-2025નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.આ સમારોહની શરૂઆતમાં કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા નાગરિકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ધારાસભ્ય વી ડી ઝાલાનાં હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સ્પેશિયલ ઓલમ્પિક્સ ગુજરાત દ્વારા આયોજિત આ ખેલ મહાકુંભમાં રાજ્યના 29 જિલ્લાના 2500 ખેલાડીઓએ ભાગ લીધો છે. વિવિધ સ્પર્ધામાં વોલીબોલબેડમિન્ટનબાસ્કેટબોલસાયકલિંગબોસીએથ્લેટિક્સહેન્ડબોલક્રિકેટફૂટબોલસોફ્ટબોલસ્વિમિંગટેબલ ટેનિસ અને રોલર સ્કેટિંગ જેવી 13 રમતનો સમાવેશ કરાયો છે.

આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુસમગ્ર શિક્ષા નાયબ નિયામક અર્ચના ચૌધરીમાનસિક દિવ્યાંગ સંસ્થાના પ્રમુખ કુંજબિહારી પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેલાડીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

"ઓપરેશન સાયબર સ્ટોર્મ" : નવસારી પોલીસે રૂ. 3 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, 35 આરોપીઓની ધરપકડ

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

New Update
  • "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ પોલીસની કાર્યવાહી

  • નવસારી પોલીસે રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો

  • પોલીસે સાયબર ફ્રોડના વિવિધ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો

  • ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરાય

  • સાયબર ક્રાઈમ અંકુશમાં લાવવામાં મહત્વપૂર્ણ અભિયાન

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે એક મોટું અભિયાન છેડ્યું છેજેને "ઓપરેશન સાયબર સ્ટોર્મ" નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગુજરાતના સુરતભરૂચભાવનગરરાજકોટઅમદાવાદ તેમજ રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત કુલ 7 જિલ્લાઓમાં કરવામાં આવી હતી. આ અભિયાન માટે નવસારી પોલીસે કુલ 9 ટીમો બનાવી હતી. આ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ ઉપરાંત LCB, SOG, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત નવસારી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાણાકીય છેતરપિંડીના કુલ 10 ગુન્હાઓમાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ગુજરાતરાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપાયા છે.

"ઓપરેશન સાયબર સ્ટોર્મ" દરમિયાન 5 મુખ્ય પ્રકારની સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડફેસબુક આઈ.ડી. ફ્રોડશેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડખેતીવાડી લેણદેણી સંકળાયેલા ફ્રોડ સહિત કેટલાક અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીટિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઓપરેશનમાં કુલ રૂ. 3 કરોડ 1 લાખ 35 હજારથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. તમામ આરોપીઓ સામે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ રિમાન્ડ પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછના આધારેઅત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓને નાસતા ફરતા જાહેર કરવામાં આવ્યા છેજેમની ધરપકડ માટે પણ તીવ્ર પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેનવસારી પોલીસે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" દ્વારા સાયબર ગુનેગારોને સકંજામાં લેવામાં મોટી સફળતા મેળવી છેજે સાયબર ક્રાઈમને અંકુશમાં લેવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે.