રાજ્યના નવા મંત્રી મંડળમાં સામેલ કરાયેલ મહિલા મંત્રી નીમીષાબહેન સુથાર વિવાદમાં સપડાયા છે. ભરૂચ તેમજ ઝાલોદમાં આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવી તેઓ ખોટા આદિજાતિ પ્રમાણપત્ર પર ચૂંટણી જીત્યા હોવાના આક્ષેપ સાથે તેમનું પદ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.
મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય અને નવ નિયુક્ત મંત્રી નિમિષાબેન સુથાર સામે ઝાલોના આદિવાસી પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે નિમિષાબેન સુથાર ખોટા આદિજાતિ પ્રમાણપત્ર ઉપર ચૂંટણી જીત્યા છે જેથી તેમનું પદ રદ કરવાની માંગ સાથે આજરોજ ઝાલોદ મામલતદાર ને આવેદન પત્ર સુપરત કરાયું હતું, આદિવાસી પરિવારનું કહેવું છે કે નિમિષબેન સુથારના પિતા સામે આદિજાતિ પ્રમાણપત્રને લઈને કેસ ચાલી રહ્યો છે,
નિમિષાબેનના સર્ટિફિકેટ અને તેમના પિતાના સર્ટિફિકેટ બંનેમાં પેટાજ્ઞાતીમાં ફરક છે અને નિમિષાબેન સુથારનું આદિજાતિ પ્રમાણપત્ર ખોટું છે એ બાબતે હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં તેમનું પદ્દ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.
આ તરફ ભરૂચમાં પણ આ બાબતે આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. આદિવાસી અધિકાર બચાવો લડત આદિવાસી સમાજ દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખોટા આદિજાતિ પ્રમાણ પત્ર રજૂ કરી ચૂંટણી જીતેલા નીમીશા સુથારનું પદ્દ રદ્દ કરવામાં આવે.