સરકાર દ્વારા પોલીસને 52 નવા જનરક્ષક વાહનો મળ્યા
શહેર પોલીસ હેડ ક્વાટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
22 જનરક્ષક બોલેરો-30 નવી બોલેરોનું લોકાર્પણ કરાયું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું
જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસ તંત્ર મજબૂત બનશે : હર્ષ સંઘવી
સુરત શહેર પોલીસ હેડ ક્વાટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જનરક્ષક ગાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 22 જનરક્ષક બોલેરો અને 30 નવી બોલેરોનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, આ પ્રોજેકટ થકી શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાશે. આ જનરક્ષક વાહનોને કોઈ સીમા લાગશે નહીં. ઘટના સ્થળથી નજીક જે વાહન હશે તે વહેલા પહોંચી જશે. જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસ તંત્ર વધુ મજબૂત બનશે તેવું પણ તેઓએ જણાવ્યુ હતું. સુરત શહેર પોલીસને 52 નવા જનરક્ષક વાહનો મળ્યા છે, ત્યારે આ જનરક્ષક વાહનો આગામી દિવસોમાં સુરત શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.