સુરત : સાયન્સ સેન્ટર ખાતે રૂ. 52 લાખના ખર્ચે નિર્માણ પામનાર "ખોજ મ્યુઝિયમ"નું PM નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

સુરત શહેરના સિટીલાઇટ રોડ પર આવેલ ‘ખોજ મ્યુઝિયમ’… વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, સંશોધન ક્ષેત્રના નવતર આયામો અંગે જિજ્ઞાસુઓને અહીં જ્ઞાન મળી રહે તે માટે ‘ડિસ્કવરી-સાયન્સ, આર્ટસ, ઇનોવેશન’ના ભાગરૂપે ખોજ મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે

New Update
સુરત : સાયન્સ સેન્ટર ખાતે રૂ. 52 લાખના ખર્ચે નિર્માણ પામનાર "ખોજ મ્યુઝિયમ"નું PM નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

સિટીલાઈટમાં રૂ. 52 લાખના ખર્ચે ખોજ મ્યુઝિયમનું નિર્માણ

વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતું મ્યુઝિયમ

PM નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે "ખોજ મ્યુઝિયમ"નું ઉદ્ઘાટન

આ છે, સુરત શહેરના સિટીલાઇટ રોડ પર આવેલ 'ખોજ મ્યુઝિયમ'… વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, સંશોધન ક્ષેત્રના નવતર આયામો અંગે જિજ્ઞાસુઓને અહીં જ્ઞાન મળી રહે તે માટે 'ડિસ્કવરી-સાયન્સ, આર્ટસ, ઇનોવેશન'ના ભાગરૂપે ખોજ મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે. મ્યુઝિયમની વિશેષતાઓની વાત કરીએ તો, 2 ગેલેરી વિકસાવવામાં આવી છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિરોસ્ફિયર ગેલેરી અને પ્રથમ માળે 'હોલ ઓફ ફેમ'નો વિચાર આધારિત વર્કશોપ બનાવવામાં આવી છે. વાયરસ ગેલેરીમાં વાયરસનો પરિચય, વાયરસનો ઇતિહાસ, સૂક્ષ્મજીવોની દુનિયા, વાયરસનો ફેલાવો વિશે સમજશે, જ્યારે આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને પ્રોજેક્ટ તેમજ તેમના નિષ્ણાત સાથે વાતચીત કરવા, રમવા અને અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Latest Stories