Connect Gujarat
ગુજરાત

સુરત : રાજ્યના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાય CPR તાલીમ : ગૃહમંત્રી હર્ષ સંઘવી

X

કોરોના કાળ પછી હાર્ટ એટેકથી મૃત્યુનો દર વધ્યો

પોલીસકર્મીઓ માટે ખાસ CPR તાલીમનું આયોજન

ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાલીમ કેન્દ્રની મુલાકાત

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં 51 સ્થળોએ 55 હજારથી વધુ પોલીસ જવાનોને CPR તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં પોલીસ જવાનો માટે આયોજિત CPR તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી.

આજરોજ રાજ્યભરમાં 51 સ્થળોએ 55 હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન એટલે કે, CPR તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરતમાં ત્રણ સ્થળે કાર્યક્રમ યોજાશે. જેમાં પોલીસ તાલીમ કેન્દ્ર, અઠવાલાઇન્સ, પોલીસ હેડ ક્વાર્ટર્સ અઠવાલાઇન્સ અને મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો માટે CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં પોલીસ જવાનો માટે આયોજિત CPR તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી ઉપલબ્ધ થાય તે આશયથી ખાસ અભિયાન હાથ ધરાયું છે. કોરોના કાળ પછી લોકોમાં હાર્ટ એટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે, ત્યારે લોકોની મહામુલી જીંદગી બચાવવા પોલીસ મદદરૂપ બને તે માટે આ ખાસ કાર્યક્રમ યોજાય રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય સંગીતા પાટિલ, પૂર્ણેશ મોદી, કિશોર કાનાણી, પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

Next Story