Connect Gujarat
ગુજરાત

સુરત: સચિનની એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં ભયંકર આગનો મામલો, લાપતા થયેલા 7 કામદારોના કંકાલ મળી આવ્યા

સુરત: સચિનની એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં ભયંકર આગનો મામલો, લાપતા થયેલા 7 કામદારોના કંકાલ મળી આવ્યા
X

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ કંકાલ મળી આવ્યા છે.

તમામ મૃતદેહોને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાજી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાજી જતા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.આ અંગે સુરત પોલીસ DCPએ જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા. જેમાં કંપનીમાંથી આજરોજ સાત માનવ કંકાલ મળ્યાં છે. આ કંકાલોને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Next Story