વર્ષો જુની પરંપરા મુજબ ઠેર ઠેર હોળીને પ્રજ્વલિત કરાય
ઘોડદોડ રોડ-પાંજરાપોળ ખાતે ઈકો ફ્રેન્ડલી હોલિકા દહન
ગાયના ગોબરમાંથી બનાવેલી ગૌ-સ્ટિકમાંથી હોલિકા તૈયાર
હોળીકા દહન સાથે નગરજનોને પર્યાવરણલક્ષી સંદેશ અપાયો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યા વિશેષ ઉપસ્થિત
વર્ષો જુની પરંપરા મુજબ મહાપર્વ હોળીને પ્રજ્વલિત કરવા માટે લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ સમયની જરૂરિયાત મુજબ પ્રકૃતિપ્રેમી હિન્દુ સમાજ પર્યાવરણના રક્ષણ હેતું તેમાં વિધાયક પરિર્વતન લાવવામાં પણ ખચકાતો નથી, ત્યારે સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે ઈકો ફ્રેન્ડલી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયના ગોબરમાંથી બનાવેલી ગૌસ્ટિકમાંથી હોલિકા તૈયાર કરવામાં આવી હતી. આ હોલિકામાં એક પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. જેમાં માત્ર છાણ અને 800 કિલો ગૌસ્ટિકમાંથી વિશાળ હોળીકા તૈયાર કરાઈ હતી, જ્યાં હોળીકા દહન સાથે લોકોને પર્યાવરણલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો, તારે આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ વૈદિક હોલિકા દહનમાં સહભાગી થઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયના ગોબરમાંથી બનતા છાણામાં ચોક્કસ કુદરતી દ્રવ્યો ઉમેરવાથી જ્યારે તે પ્રગટાવવામાં આવે છે, ત્યારે તે એક "હવન’ જેવું કામ કરે છે.