સુરતમાં PM મોદીનું કરાયું સ્વાગત
બિહારી સમુદાયે ગમછો લહેરાવીને કર્યું સ્વાગત
બિહારમાં NDAની થઇ હતી ભવ્ય જીત
બિહારી સમુદાયે પીએમ મોદીનું કર્યું અભિવાદન
પીએમ મોદીએ બિહારી સમાજનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાતના પ્રવાસથી દિલ્હી પરત ફરતા પહેલા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બિહારી સમુદાય દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના અંત્રોલીમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવમોગરા મંદિરમાં પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી.ડેડિયાપાડામાં જનસભાને સંબોધન પહેલા રૂપિયા 9700 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.ત્યાર બાદ દિલ્હી પરત જવા માટે પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.જોકે દિલ્હી પરત જતા પહેલા પીએમ મોદીનું બિહારી સમુદાય દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.બિહારમાં NDAની ભવ્ય જીત બાદ સુરતમાં વસતા બિહારી સમાજના લોકોએ ગમછો લહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે બિહારમાં ઐતિહાસિક વિજય થયો હોય. હું સુરતથી આગળ જઈ રહ્યો હોવ અને બિહારના લોકોને મળું નહીં તો લાગે છે યાત્રા અધૂરી રહી ગઈ. એટલે સુરતમાં અને ગુજરાતમાં રહેતા મારા બિહારી ભાઈઓનો હક બને છે. એટલે મારી જવાબદારી બને છે કે તમારા લોકો વચ્ચે આવીને વિજયોત્સવની કેટલીક ક્ષણનો હું હિસ્સો બનું.