સુરત : રૂ. 500-1000ના દરની 14,500 જૂની ચલણી નોટ સાથે 4 શખ્સોની ધરપકડ

ડુમસ પોલીસને બાતમી મળી હતી કે, ભીમપોર ગામ ખાતે બાવળ ફળિયામાં રહેતા નરેશ પટેલના નિવાસસ્થાને મોટી માત્રામાં બંધ થયેલી જૂની ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છે

New Update

2016માં થયેલી નોટબંધી બાદ પણ જૂની ચલણી નોટો યથાવત

ડુમસ પોલીસ દ્વારા ભીમપોર ગામ નજીકથી 4 ઈસમોની ધરપકડ

રૂ. 500 - 1000ના દરની જૂની ચલણી 14,500 નોટ મળી આવી

અંદાજે રૂ. 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરાય

સંગ્રહિત જૂનું ચલણ સરકારમાં જમા નહીં કરાયુ તે અંગે તપાસ

 નોટબંધી તો વર્ષ 2016માં થઇ હતી. પરંતુ જૂની ચલણી નોટો પકડાવવાનું યથાવત રહ્યું છેત્યારે સુરતની ડુમસ પોલીસે 4 ઈસમો પાસેથી 500 અને 1000 રૂપિયાના દરની જૂની ચલણી 14,500 નોટ મળી અંદાજે રૂપિયા 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 ભારત સરકાર દ્વારા તા. 8 નવેમ્બર 2016ના રોજ જૂની ચલણી નોટ અંગે નોટબંધી કરવામાં આવી હતી. જેમાં 500 અને 1000 રૂપિયાના દરની ચલણી નોટો માર્કેટમાંથી સરકાર દ્વારા પરત લેવામાં આવી હતીત્યારે સરકારે દાવો રજૂ કર્યો હતો કે99% ચલણી નોટો પરત આવી ગઈ છે. પરંતુ અનેક જગ્યાએથી હજી પણ લાખો રૂપિયાની જૂની ચલણી નોટો મળી આવી છેત્યારે સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી પોલીસે 4 ઈસમોને રૂ. 75 લાખની જુની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે.

ડુમસ પોલીસને બાતમી મળી હતી કેભીમપોર ગામ ખાતે બાવળ ફળિયામાં રહેતા નરેશ પટેલના નિવાસસ્થાને મોટી માત્રામાં બંધ થયેલી જૂની ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છેજે અંતર્ગત ડુમ્મસ પોલીસે તપાસ હાથ ધરતા નરેશ રણછોડભાઈ પટેલવિનીત રજનીકાંત દેસાઈમોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ અને મનીષકુમાર સિંહને ઝડપી પાડ્યા હતા.

 પકડાયેલા ઇસમો પાસેથી પોલીસે 500 અને 1000 રૂપિયાના દરની જૂની ચલણી 14,500 નોટ મળી અંદાજે રૂપિયા 75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ આ ચલણી નોટો ક્યાંથી લાવ્યા અને હજુ સુધી આ સંગ્રહિત કરેલી નોટ સરકારમાં જમા શા માટે કરાવવામાં આવી નહોતીતે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Latest Stories