સુરત: બોરસરા સામુહિક દુષ્કર્મ કેસમાં ફરાર ત્રીજો આરોપી ભાગી જાય ત્યાર પહેલા અમદાવાદથી પોલીસે કરી ધરપકડ

સુરતના બોરસરા ગામની સીમમાં બનેલ સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે ફરાર ત્રીજા આરોપીને પણ દબોચી લીધો હતો,આરોપી ગુજરાત છોડીને ભાગી જાય તે અગાઉ

New Update
સુરત સામૂહિક દુષ્કર્મનો મામલો 
પોલીસે કરી ફરાર ત્રીજા આરોપીની ધરપકડ 
ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી 
અમદાવાદ ખાતેથી પોલીસે કરી આરોપીની ધરપકડ 
દુષ્કર્મના પરપ્રાંતીય આરોપી છે રીઢા ગુનેગાર 
સુરતના બોરસરા ગામની સીમમાં બનેલ સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે ફરાર ત્રીજા આરોપીને પણ દબોચી લીધો હતો,આરોપી ગુજરાત છોડીને ભાગી જાય તે અગાઉ પોલીસે અમદાવાદ થી તેની ધરપકડ કરી હતી.આ ઘટનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં એક આરોપીને હૃદય રોગની તકલીફ થતા તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
દુષ્કર્મના આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓ ગંભીર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસ દ્વારા રાત્રે આરોપી રાજુ વિશ્વકર્માની ગુજરાત છોડીને ભાગી જાય તે અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ રાજુ વિશ્વકર્મા સામે વિશાખાપટ્ટનમ, રાજસ્થાન ,આંધ્રપ્રદેશમાં 9 ગુના નોંધાયા છે.જ્યારે રાજસ્થાનમાં ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયા છે.આરોપીને પોલીસ દ્વારા શનિવારના રોજ કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
Latest Stories