Connect Gujarat
ગુજરાત

સુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું ભારે આકર્ષણ…

વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

X

વરાછામાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

યુક્રેનથી આવેલા 10થી વધુ વિદેશીઓએ પણ ભાગ લીધો

યુક્રેનમાં શાંતિ સ્થપાય તે માટે જગન્નાથજીને પ્રાર્થના કરી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અષાઢી બીજના પાવન અવસરે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં દેશી અને વિદેશી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

એટલું જ નહીં, યુક્રેનથી આવેલા 10થી વધુ વિદેશીઓએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે વિદેશીઓ પણ ઢોલ નગરાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. 2 વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથજીની નીકળેલી રથયાત્રાનો અદભૂત નજારો જોઈ સૌકોઈ ભાવ વિભોર થઈ ઉઠ્યા હતા. યુક્રેનવાસીઓએ જણાવ્યુ હતું કે, અમારા દેશમાં હાલ યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ યુદ્ધ ઝડપથી પૂર્ણ થાય તે માટે અમે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ.

Next Story