/connect-gujarat/media/post_banners/458ba62803180a13338617bbbdefebfc75bcee10a7607e4d426b4a5d712ef97e.jpg)
સુરેન્દ્રનગરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત
ટેમ્પા પાછળ બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો
બાઇક સવાર 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત
સુરેન્દ્રનગર વિરમગામ હિયાવે પર આગળ ચાલતા ટેમ્પા સાથે પાછળથી બાઇક ભટકાતા બાઇક સવાર 3 યુવાનોના મોત નિપજ્યાં હતા
સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર કડુ ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી ટેમ્પો પસાર થઈ રહયો હતો એ દરમ્યાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ધડાકાભેર ભટકાય હતી જેમાં બાઇક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચતા તેઓના ઘટના સાથેલ જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. મૃતકો ખાનગી કંપનીના શ્રમજીવીઓ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ લખતર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે