Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સમઢિયાળા ગામે 2 સગા દલિત ભાઈની હત્યા, સાંસદ સહિતના આગેવાનોએ પરિવારને આપી સાંત્વના...

ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન મુદ્દે વિવાદ, 2 સગા દલિત ભાઈની હત્યા થતાં પંથકમાં ચકચાર.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન વિવાદ મુદ્દે 2 સગા દલિત ભાઈની હત્યા કરી દેવામાં હતી, ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ સહિતના આગેવાનો મૃતકના પરિવારજનોને સાંત્વના આપી દુઃખના સમયમાં સહબાગી થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે 2 સગા દલિત ભાઇઓની હત્યા મામલે પોલીસે 11 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલામાં 2 સગા ભાઈઓનાં મોત થયાં છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાએ રાજકીય રંગ પણ પકડ્યો છે. કૉંગ્રેસે ગુજરાતની ભાજપ સરકારને દલિત વિરોધી સરકાર હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ, અમદાવાદના સાંસદ દ્વારા પરીવારની મુલાકાત કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કીરીટ સોલંકી, રાજુ પરમાર, ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના આગેવાનોએ દુઃખદ બનાવ મામલે પોલીસ અને વહીવટી તંત્રને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે, જ્યારે પોતાની જમીન મૂળ માલીકોને મળે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તે મામલે સરકાર કામ કરશે તેવું સાંસદે જણાવ્યુ હતું.

Next Story