ધાંગધ્રા શહેરના કાનાના મંદિર નજીકની ઘટના
છોકરી સાથે વાત કરવાની બાબતમાં બોલાચાલી
રોષમાં આવી આરોપીઓએ આધેડ પર છરી ફેરવી
આધેડનું મોત, જ્યારે પત્ની-દીકરી સારવાર હેઠળ
2 આરોપીઓની ધરપકડ સાથે પોલીસ કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં રહેતા કલ્પેશ પરીખને 2 દિવસ પહેલા નજીક રહેતા ઉદય વ્યાસ સાથે છોકરી સાથે વાતચીત કરવા જેવી બાબતને લઈને બોલાચાલી થઈ હતી. આ બાબતનું મન દુઃખ રાખી રાત્રિના સમયે આરોપી ઉદય વ્યાસ અને તેનો ભાઈ છરી લઈને આવ્યા હતા.
કલ્પેશ પરીખ તેના પત્ની નિશા પરીખ અને પુત્રી ક્રિષ્ના પરીખ બજારમાં ખરીદી કરીને ઘરે આવતા હતા, ત્યારે આ બંને ભાઈઓ આવી અને કલ્પેશ પરીખ સાથે બોલાચાલી કરી હતી, અને ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે પિતા-માતા અને પુત્રી ઉપર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાના પગલે આધેડનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.