સુરેન્દ્રનગર : ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ

ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું

New Update

ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ

પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશ

લીંબડી પોલીસ ડિવિઝન હેઠળના ગામોમાં રેલી યોજાય

સૂત્રોચ્ચાર સહિતના બેનરો સાથે પોલીસે રેલી યોજી

વ્યાજખોરી દૂષણ વિરોધી રેલીમાં સૌકોઈ ઉપસ્થિત રહ્યા

 સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે લીંબડી પોલીસ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં વ્યાજખોરી દૂષણ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ જવાના કિસ્સાઓ પર અંકુશ મેળવવા અને લોકોમાં જાગૃતિ કેળવવાના ઉમદા આશય સાથે ગુજરાતભરમાં પોલીસ વિભાગ દ્વારા લોકદરબાર યોજી ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છેત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

લીંબડી પોલીસ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાય હતી. શહેરના જૂના જકાત નાકા રોડથી ગ્રીન ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વ્યાજખોરી બંધ કરોવ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવો” સહિતના વિવિધ બેનરો સાથે લીંબડી ડીવાયએસપીપીઆઈ સહિતનો પોલીસ સ્ટાફહોમગાર્ડ જવાનો સહિત વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓવેપારીઓઆગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો રેલીમાં જોડાયા હતા.

Latest Stories