સુરેન્દ્રનગર લીંબડી ખાતે હંસ ધ્વનિ સંગીત કાર્યક્રમનું આયોજન

સુપ્રસિદ્ધ લોક ગાયક, ગઝલ અને સુફી કલાકાર બીરજુ બારોટ અને જયદેવ ગોસાઈએ પોતાની આગવી ગાયકીથી લોકોના મન જીતી લીધા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

New Update

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલા મોટા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસ ધ્વનિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. સુરેન્દ્રનગરના  લીંબડી શહેર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસ ધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. સુપ્રસિદ્ધ લોક ગાયક, ગઝલ અને સુફી કલાકાર બીરજુ બારોટ અને જયદેવ ગોસાઈએ પોતાની આગવી ગાયકીથી લોકોના મન જીતી લીધા હતા. હંસ ધ્વનિ સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં તબલા વાદક અને હાર્મોનિયમ સંગત ક્લાનું એક અલગ કૌશલ્ય જોવા મળ્યું હતું.આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં આઈ માં કંકુકેસર માની હાજરીથી સૌને રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી સૌરાષ્ટ્ર નિમ્બારક પીઠ મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories