ચોટીલા વિધાનસભામાં 2017ના વિજેતા કોંગ્રેસ ઉમેદવારની 2022ની ચૂંટણીમાં હાર થઇ છે.ત્યારે થાન કોંગ્રેસ શહેર પ્રમુખે પોતાની નૈતીક હારની જવાબદારી સ્વીકારી પોતાના પદેથી રાજીનામુ આપી પ્રદેશ અધ્યક્ષને મોકલી આપ્યુ છે.જ્યારે કાર્યકર તરીકે કામ કરતા રહેશેનું જણાવ્યુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભામાં પાંચ બેઠકોમાં કોંગ્રેસની હાર થઇ હતી.જ્યારે 2017માં ચોટીલા વિધાનસભામાં વિજેતા થયેલા કોંગ્રેસી ઉમેદવાર ઋત્વીકભાઇ મકવાણાની 2022ની ચૂંટણીમાં હાર થઇ છે.ત્યારે આ હારની નૈતીક જવાબદારી સ્વીકારી થાનગઢ શહેર પ્રમુખ કોંગ્રેસના મંગળભાઈ ભગતે પોતાના તમામ પદેથી રાજીનામું આપી દેતા રાજકીય ભુંકંપ સર્જાયો છે.તેઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોરને પત્ર મોકલી આપ્યો હતો.જેમાં જણાવ્યુ કે 2017 અને 2022 વિધાનસભા અને 2019માં લોકસભા તથા 2018માં નગરપાલિકા થાનગઢ માં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કામગીરીની નૈતીક જવાબદારી સ્વીકારીઅને હાલ 2022માં હારની જવાબદારી સ્વીકારી રાજીનામુ આપુ છું આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે લાગણી સાથે તન મન ધનથી સેવા કરવા તત્પર રહીશ અને કાર્ય કરતો રહીશ. કોંગ્રેસના કાર્યાલય તમામ કાર્ય કરો બોલાવીને પોતાનું રાજીનામું જિલ્લા પ્રમુખને મોકલી દેવામાં આવ્યો હતો.
આ સમયે કોંગ્રેસના પીઠ આગેવાન વેપાર પ્રમુખ સુભાષભાઈ શાહે જણાવ્યું હતું કે થાનગઢ કોંગ્રેસ પ્રમુખે જે રાજીનામું આપ્યું છે એક મોટી ઘટના છે ખરેખર મંગળુભાઈ ભગતે સક્રિય રહેવું જોઈએ હાર જીતો ચાલ્યા કરે પણ થાન નગરપાલિકાની અંદર 27 વર્ષથી ભાજપનું શાસન છે ભાજપ લોકોએ નકરો ભ્રષ્ટાચાર જ કર્યો છે. આની સામે આપણે બધાએ એક થઈને અવાજ ઉઠાવો પડશે.આ સમયેનગરપાલિકાના સભ્ય બાપાલાલ ઝાલા હર્ષદ પાટડીયા બેચરભાઈ સોલંકી થાન કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ રબારીકોંગ્રેસના સંગઠન અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.આમ અચાનક શહેર પ્રમુખે રાજીનામુ આપ્યુ છે ત્યારે આગામીદિવસોની અંદર થાનગઢ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અંદર નવા જૂની થવાનું એંધાણ છે.જ્યારે આવનારાદિવસોની અંદર થાનગઢ કોંગ્રેસ બીજા કાર્યકર પણ રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા છે.થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે કાર્યાલયે આગેવાનોની હાજરીમાં પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.