Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડી-છાલીયાપરા વિસ્તારમાં મોતના માચડાં સમાન તોતિંગ વૃક્ષને દૂર કરવા લેખિત રજુઆત

સુરેન્દ્રનગર : લીંબડી-છાલીયાપરા વિસ્તારમાં મોતના માચડાં સમાન તોતિંગ વૃક્ષને દૂર કરવા લેખિત રજુઆત
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના છાલીયાપરા વિસ્તારમાં મોતના માચડાં સમાન તોતિંગ વૃક્ષને દૂર કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના લીંબડી-છાલીયાપરા વિસ્તારમાં મોતના માચડાં સમાન તોતિંગ વૃક્ષને દૂર કરવાની લેખિત રજૂઆતમાં જણાવ્યાનુસાર, આ જર્જરીત સૂકા વૃક્ષથી ગામે ત્યારે અકસ્માતનો ભયની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે જાગૃત નાગરિક દ્વારા લીંબડી નગરપાલિકા, તાલુકા સેવા સદન, મામલતદાર અને પીજીવીસીએલમાં પણ લેખિત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્યવાહી ના કરાતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે. જવાહર રેસ્ટોરન્ટની બાજુમાં વર્ષો જૂનું વિશાળકાય સુકાઈ ગયેલુ વૃક્ષ જર્જરીત હાલતમાં જાહેર રસ્તા પર ઉભેલું છે. અને આ જર્જરીત વૃક્ષ ગમે ત્યારે પડી શકે છે. અને આ તોતિંગ વૃક્ષ પીજીવીસીએલના ટીસી સામે છે. અને એના પર પડવાની શક્યતા સાથે ગોઝારો અકસ્માત થવાની સંભાવના છે. જોકે, કોઈ ગોઝારો અકસ્માત સર્જાય તે પહેલા લાગતા વળગાતાં તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

Next Story