તાપી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું, સરપંચો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું જોર પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું

New Update
તાપી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું, સરપંચો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા.તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વ્યારા ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમણે ભાજપની સરકારના વિકાસના કાર્યો અંગે કાર્યકર્તા માહિતી આપી હતી. વ્યારા વિધાનસભા પર આ વખતે ભાજપ કબ્જો કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વ્યારા નગરના અને સરકારી નોકરી છોડી કોઈ પાર્ટી સાથે નિસબત નહિ ધરાવતા ડો.નિલેશભાઈ ચૌધરી પોતાના કાર્યકરો સાથે તેમજ કેટલાક ગામોના સરપંચોએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. ડો.નિલેશ ચૌધરીને આવનારી વિધાનસભાની ચૂંટણી માટે વ્યારા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરાશે તેવા એંધાણ છે.

Latest Stories