TAT પાસ ઉમેદવારો નોકરીની કરી લો તૈયારી,સરકાર આટલા ઉમેદવારોની કરશે ભરતી

રાજ્ય સરકારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં TAT પાસ 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે..

author-image
By Connect Gujarat Desk
New Update
રાજ્ય સરકાર TAT પાસ ઉમેદવારોની કરશે ભરતી

ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર, 
શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર
ગુજરાત સરકાર ટાટ પાસ ઉમેદવારોની કરશે ભરતી
ટાટ-1 અને 2માં 7500 શિક્ષકોની ભરતી કરાશે
મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત

TAT પાસ ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે એક બાજુ TET-TAT પાસ ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે વિરોધને ધ્યાને લઈ રાજ્ય સરકારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં TAT પાસ 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશેની જાહેરાત કરતાં ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ ઉદ્ભવી છે.

 રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે TET-1 અને TET-2 ઉમેદવારોની  પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુમાં ઋષિકેશ પટેલે જણાવી કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે..

Latest Stories