ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર,
શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર
ગુજરાત સરકાર ટાટ પાસ ઉમેદવારોની કરશે ભરતી
ટાટ-1 અને 2માં 7500 શિક્ષકોની ભરતી કરાશે
મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત
TAT પાસ ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે એક બાજુ TET-TAT પાસ ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે વિરોધને ધ્યાને લઈ રાજ્ય સરકારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં TAT પાસ 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશેની જાહેરાત કરતાં ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ ઉદ્ભવી છે.
રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
વધુમાં ઋષિકેશ પટેલે જણાવી કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે..