New Update
/connect-gujarat/media/post_banners/9e3b94614b160c08318cfb3bf013cb5551328376493173102e357305ec7ee0f2.webp)
સેલવાસની એક કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, દુર્ઘટનામાં 12 લોકોને ઇજા થતાં તાબડતોબ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતા. 4 લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ મળી આવ્યા છે. સેલવાસના ખડોલીમાં ઈંગોટ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 12 લોકો ઈજાગ્રસ્ત ઇજા પહોંચી છે. જેમાં , 4ને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે વિનોબા ભાવે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ત્યાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા હતા. બ્લાસ્ટ બાદ થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Latest Stories