ઓગસ્ટમાં લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરમાં કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગે આવતી કાલ માટે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ પાસે પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવતી કાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના સંકેત મુજબ દાહોદ અને વડોદરામાં આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.