રાજકોટમાં થઈ દિલ્હીવાળી..! હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી

રાજકોટ એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ પણ થયું નથી. પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી

New Update
Advertisment

દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે, નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ પણ થયું નથી. પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી જવા પામી છે.

Advertisment

PM મોદીએ 27 જુલાઈ 2023ના રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટથી 30 કિમી અંતરે આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.

Latest Stories