ઈડર - હિંમતનગર હાઇવે પર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર લીમડા સાથે અથડાઈ

New Update
ઈડર - હિંમતનગર હાઇવે પર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર લીમડા સાથે અથડાઈ

ઈડર-હિંમતનગર હાઇવે પર ઈડરથી અમદાવાદ જઈ રહેલી કાર નંબર જીજે.27.ઈએ.5935ના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર લીમડા સાથે અથડાઈ અને નજીકના ખેતરમાં જઈને પડી હતી.અકસ્માતમાં કારના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી,

Advertisment W3.CSS

કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જેમાં એક વ્યક્તિને શરીરને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી કાર ચાલક વિશે માહિતી મેળવવાની તપાસ હાથ ધરી હતી.