New Update
/connect-gujarat/media/post_banners/f4371f863832e19af0e1aa6bd2b32111e92b3255dc54270fecf0eb4b98fe8ec0.webp)
આજે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. તો કેટાલય વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને કારણે સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) મોકૂફ રાખવામાં આવી છે.
આ તા.૨૩/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે લેવાની હતી, જે અતિભારે વરસાદ હોવાના કારણે મોકુફ રાખવામાં આવી છે. જો કે, આ પરીક્ષાના પુન:આયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે.