બટાકા અને ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

બટાકાના ભાવમાં એક અઠવાડિયામાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે.બટાકા ઉપરાંત ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો

બટાકા અને ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
New Update

લસણના ભાવથી પરેશાન લોકોને રાહત મળ્યા બાદ હવે બટાટા અને ડુંગળીના ભાવમાં થયેલા વધારાથી મુશ્કેલીમાં વધારો થયો છે. એક મહિના પહેલા 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લસણના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ બટાકાના ભાવમાં એક અઠવાડિયામાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે.બટાકા ઉપરાંત ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને ભાવ 5 રૂપિયા વધીને 30 થી 35 રૂપિયા થયા છે. વેપારીઓએ કહ્યુ કે, હોળીનો તહેવાર નજીક આવતાં જ બટાકાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એક અઠવાડિયા પહેલા જે બટાટા જથ્થાબંધ બજારમાં 8 રૂપિયે કિલો અને છૂટકમાં 15 થી 18 રૂપિયાના ભાવે વેચાતા હતા તે હવે હોલસેલમાં 15 રૂપિયા કિલો અને છૂટકમાં 22 થી 25 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.

#GujaratConnect #Onion Price #Potato Price #ડુંગળીના ભાવ #બટાકા #મોંઘવારી #બટાકાના ભાવ
Here are a few more articles:
Read the Next Article