હવામાન વિભાગે વરસાદને લઈને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ કર્યું જાહેર

બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે ફરી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું

rain
New Update

બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે ફરી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વરસાદને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને મેઘરાજા ઘમરોળશે. નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારી, ડાંગ અને વલસાડમાં પણ  વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં  પણ ભારે વરસાદનું અનુમાન છે.સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છુટાછવાયા સ્થળો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  તો જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

 

#ગુજરાત #વરસાદ
Here are a few more articles:
Read the Next Article