/connect-gujarat/media/media_files/S6GPqhmAz476n2LZeadT.jpg)
હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 28 ઓગસ્ટના રોજ રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં કચ્છ,દેવભૂમિ દ્વારકા,જામનગર,પોરબંદર,જૂનાગઢ,રાજકોટનો સમાવેશ થાય છે. અહી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ છે. અમદાવાદ,રાજકોટ, વડોદરા,સહિત મોટાભાગના જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.
અરવલ્લી, પોરબંદર, મહેસાણા, પાટણ, અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કચ્છ અને મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી શાળાઓ તથા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓની સલામતીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.