ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરાઇ

ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં હજુ આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહેશે

New Update
gujarat a
Advertisment

ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં હજુ આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે માત્ર કમોસમી વરસાદ સુધી વાત સીમિત નથી કારણ કે આ ખરાબ હવામાનમાં કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા અને અરવલ્લીમાં હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ઠંડી સાથે કમોસમી વરસાદને લઈને મોટા ભાગના જિલ્લાઓમાં હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Latest Stories