રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

સમાચાર : રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્ટમ સક્રિય થઈ છે.

New Update
heavy rains

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્ટમ સક્રિય થઈ છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.  આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

 

Latest Stories